લગ્નમાંથી પરત ફરી રહેલા રાહદારીઓને કારે અડફેટ લીધા, 3 ના મોત

કારચાલક અકસ્માત સર્જી થયો ફરાર

લગ્નમાંથી પરત ફરી રહેલા રાહદારીઓને કારે અડફેટ લીધા, 3 ના મોત
cymbolic image

Mysamachar.in-પંચમહાલ

રાજ્યમાં અકસ્માતોની વધી રહેલી ઘટનાઓ વચ્ચે આજે વધું એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, પંચમહાલ જિલ્લાના મોરવા હડફના અગરવાડા પાસે ફૂલ સ્પીડે આવતી કારે 6 રાહદારીઓને ટક્કર મારતા કિશોરી સહિત 3 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત પછી કાર ચાલક કાર સાથ ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા લોકોને કારે અડફેટે લીધા હોવાનું સામે આવી રહ્યું છે,

મોરવા હડફના અગરવાડા પાસે લગ્ન પ્રસંગની વિધિ સંપન્ન કરી રોડ ક્રોસ કરી રહેલા લોકોને પુર ઝડપે પસાર થઈ રહેલા કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવકોના સારવાર દરમિયાન મોત થતાં કુલ 3નાં મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં 6 વ્યક્તિઓને પહોંચી હતી ઇજા, બે ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. અકસ્માત સર્જી ભાગી કાર લઈ ભાગી છૂટેલા ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.