જુનવાણી મકાન તૂટી પડતા ઊંઘી રહેલ પરિવારના 3 સભ્યોના મોત 

1 યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી 

જુનવાણી મકાન તૂટી પડતા ઊંઘી રહેલ પરિવારના 3 સભ્યોના મોત 

Mysamachar.in-ભરૂચ:

તાજેતરમાં સુરત શહેરમાં એક મકાનની દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજયા હતા, ત્યાં જ આજે રાજ્યના ભરૂચ શહેરના બંબાખાનાના કુંભારીયા ઢોળાવ પાસે આવેલું એક મકાન વહેલી સવારે  અચનાકથી ધરાશાયી થઇ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવતીને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી છે.  ઘટના બની ત્યારે અંદર ઉંઘી રહેલો પરિવાર અકસ્માતમાં દટાઈ ગયો હતો,બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.