નદીમાં ન્હાવા પડેલા 3 લોકોના મોત

મૃતકોમાં પિતા પુત્રીનો સમાવેશ

નદીમાં ન્હાવા પડેલા 3 લોકોના મોત
symbolic image

Mysamachar.in-નર્મદા

નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા સુરતનાં પિતા પુત્રી સહિત ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં છે. ન્હાવા પડેલા પિતા પુત્રીઓનાં મોતનાં પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે, સુરતનો પરિવાર રાવલ ખાતે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો. દર્શન અને પુજા કર્યા બાદ કાર મુકીને આ લોકો નજીકમાં નદી હોવાનાં કારણે ન્હાવા પડ્યાં હતા. જો કે નર્મદા નદીનું પાણી ઉંડુ હોવાના કારણે ત્રણેય આગળ જતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડુબી જવાના કારણે ત્રણેયનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જેમાં પિતા પુત્રી સહિત ત્રણનો સમાવેશ થયો હતો. મૃતકોમાં મગનભાઇ ભીખાભાઇ નાગલિયા, આરજુબેન મગનભાઇ નાગલીયા, અનિલભાઇ કેશુભાઇ અજુવાડિયાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ગરુડેશ્વર પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. મૃતદેહોને ગરુડેશ્વર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.