મોરબી નજીક કારને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત 

અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા

મોરબી નજીક કારને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત 

Mysamachar.in-મોરબી:

આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને ટક્કર મારતા મુંબઈ થી કચ્છ જઈ રહેલ પરિવારને અકસ્માત નડયો છે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે,

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારના મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલ પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે જયારે અન્ય ત્રણને  ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જય ત્રણેય મૃતદેહોને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની કાર્યવાહી હાથ ધરી છે.