આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી 

આ જિલ્લાઓમાં પડી શકે છે છે વરસાદ

આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી 
file image

Mysamachar.in-અમદાવાદ:

સમગ્ર રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકના ગ્રામીણ વિસ્તારોમાં તો અમરેલી રાજકોટ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ કરા પડ્યાનું સામે આવ્યું હતું, ત્યાં જ આજે વધુ એક વખત કમોસમી વરસાદને લઈને નવી આગાહી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે,

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, શનિવારથી એટલે કે આજથી સળંગ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા જણાવાયુ છે કે, તા.2, 3 અને 4 મે સુધી સોરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ જિલ્લામાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં હજુ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જવાની હવામાન નિષ્ણાતો દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.આમ એક તરફ ગરમી અને બીજી તરફ કમોસમી વરસાદની ઋતુ એ લોકોને રીતસરના પરેશાન કર્યા છે.