જેલની છતના સળિયા ખેસવી 3 આરોપીઓ થયા ફરાર 

એક તરફ લોકડાઉન તો બીજી તરફ તૂટી જેલ 

જેલની છતના સળિયા ખેસવી 3 આરોપીઓ થયા ફરાર 
symbolic image

Mysamachar.in-બનાસકાંઠા:

રાજ્યમાં એક તરફ પોલીસ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લાની ધાનેરા સબજેલમાંથી ત્રણ આરોપીઓ ફરાર થઇ જતા પોલીસ તેને શોધવામાં લાગી છે,  જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ધાનેરા  સબ જેલમા રહેલા એનડીપીએસ, મારામારી અને અપહરણના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ જેલની છત પર આવેલ લોખંડના સળિયા ખેસવી અને ફરાર થઇ જતા પોલીસે ત્રણેય આરોપીઓને નાશી જવા અંગેનો ગુન્હો નોંધી તેને શોધવા કવાયત તેજ કરી છે.