અમદાવાદ મુંબઈ દુરન્તો ટ્રેન આજથી  રાજકોટ મુંબઈ દુરન્તો બનશે..

સૌરાષ્ટ્રવાસીઓને મુસાફરી સરળ બનશે

અમદાવાદ મુંબઈ દુરન્તો ટ્રેન આજથી  રાજકોટ મુંબઈ દુરન્તો બનશે..

અમદાવાદ સ્ટેશનથી મુંબઈ જતી દુરન્તો એક્સપ્રેસ ટ્રેન આજથી રાજકોટ મુંબઈ દુરન્તો ટ્રેન બની જશે..રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દ્વારા રેલ્વે મંત્રાલય ને કરવામાં આવેલ ભલામણ ને લઈને રેલ્વે વિભાગ દ્વારા રાજકોટ સહીત સૌરાષ્ટ્રના લોકોની કનેક્ટીવી ને ધ્યાને લઈને મુંબઈ ને જોડતી  દુરન્તો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની કુંડારિયાની રજૂઆત ને રેલ્વે મંત્રાલય દ્વારા માન્ય રાખતા આજે સાંજે મુખ્યમંત્રી વિજયરૂપાણી દ્વારા દુરન્તો એક્સપ્રેસ ને લીલીઝંડી આપવામાં આવશે..

રાજકોટથી દુરન્તો એક્સપ્રેસ દરરોજ સાંજે ૭:૦૫ વાગ્યે ઉપડ્યા બાદ ૮:૧૮ વાગ્યે સુરેન્દ્રનગર અને ત્યારબાદ ૧૧:૨૦ અમદાવાદ પહોચશે..અને ત્યાં વીસ મીનીટ ના રોકાણ બાદ મુંબઈ જવા માટે રવાના થશે..આ ટ્રેન રાજકોટ સ્ટેશન પરથી શરૂ થવાને કારણે  વારંવાર મુંબઈ સુધીની મુસાફરી કરનાર સૌરાષ્ટ્રવાસીઓને મુસાફરી સરળ બનશે