Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ જ કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ ચિતાજનક રીતે વધી રહી છે ત્યારે આજે જામનગર જીલ્લો એટલે કે ગ્રામીણ વિસ્તારમાં 27 જયારે જામનગર શહેરમાં 33 કેસો નવા નોંધાયા છે, મહત્વનું છે કે આ આંકડો ખુબ નીચે જતો રહ્યો હતો તે ફરી વધવા લાગતા ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે તકેદારી જ બચાવનો મોટો ઉપાય છે.