Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ને સતત વધી રહ્યું છે, હોસ્પિટલો ફૂલ થઇ ચુકી છે, ત્યારે દરરોજ સાંજે તંત્ર દ્વારા જાહેર થતા આંકડાઓ ચોકાવનારો હોય છે, આજે પણ શહેર અને જીલ્લામાં કુલ મળીને 221 કેસો નોંધાયા જેમાં શહેરમાં 123 જયારે જીલ્લામાં 98 કેસો નોંધાય છે. ત્યારે લોકો વધુને વધુ કોરોના ગાઈડલાઈન્સ નું પાલન કરે તે જરૂરી છે.