મુંબઈમાં ૨૦૦ કિલો સોનાની દાણચોરીનો કેસ,જામનગરના એક ઈસમને કોફે પાસા વોરંટ બજવણી કરતી LCB

ચર્ચાસ્પદ હતો કેસ

મુંબઈમાં ૨૦૦ કિલો સોનાની દાણચોરીનો કેસ,જામનગરના એક ઈસમને કોફે પાસા વોરંટ બજવણી કરતી LCB

Mysamachar.in-જામનગર:

બે માસ પૂર્વે મુંબઈ ડી.આર.આઇ એ મુંબઈમાં આશરે ૨૦૦ કિલો સોના સાથે,નિશાર આલીયાશ,કોચીન,ચેતન પરસોતમ સોજીત્રા.જામનગર,કલ્પેશ અશોક નંઢા સોની જામનગરવાળા ને પકડેલ તેમજ વિમલભાઈ મોહનભાઇ નારિયા જે રણજીતનગર જામનગર નું પણ નામ ખુલવા પામેલ હતું,જે કેસમાં દિલ્હી ડી.આર.આઇ સેલ તરફથી વિમલભાઈ મોહનભાઇ નારિયાનું   કોફે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ..જે વોરંટની ત્વરિત બજવણી કરવા માટે જામનગર LCB ને સૂચના કરવામાં આવતા વિમલ મોહનભાઇ નારિયાને વોરંટની બજવણી કરી મુંબઈ આર્થર રોડ જેલમાં મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.