નશાના રવાડે ચઢેલ યુવતીઓ, આ કિસ્સો છે ચોકાવનારો, દિવસો સુધી ગોંધી રાખી 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ 

હાલ ક્યાં છે યુવતી વાંચો વિગતે 

નશાના રવાડે ચઢેલ યુવતીઓ, આ કિસ્સો છે ચોકાવનારો, દિવસો સુધી ગોંધી રાખી 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ 
symbolic image

Mysamachar.in-બોટાદ

આજના સમયમાં મોર્ડન કલ્ચરમાં જીવવા યુવા હૈયાઓ આતુર હોય છે, પણ તેવો દુરના પરિણામોની ચિંતા કરતા નથી અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે, એવામાં નાની ઉમરે જો કોઈ વ્યસનની લત લાગી જાય તો જીવન બરબાદ થઇ જાય છે, આવો જ એક ખાસ તો યુવતીઓ માટે ચોકાવનારો કહી શકાય તેવો કિસ્સો બોટાદ જીલ્લામાંથી સામે આવ્યો છે, રાણપુર તાલુકાના અળવ ગામે 3 નરાધમે દારૂ પીવાની લત ધરાવતી 20 વર્ષીય યુવતીને દારૂ પિવડાવવાની લાલચ આપી અપહરણ કર્યું હતું.અને બાદમાં નરાધમોએ સતત 18 દિવસ સુધી તેને વાડીની ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,

20 વર્ષીય યુવતીને દારૂ પીવાની ટેવ હતી. તેણે તા.8/12/21ના રોજ દારૂ ન મળવાથી તેના પાડોશીના ફોનમાંથી અળવ ગામે રહેતા ઇન્દ્રજિતને ફોન કરીને દારૂ આપી જવાનું કહ્યું હતું. એ દરમિયાન ઈન્દ્ર્જિતે યુવતીને કહ્યું હતું કે દારૂ નહિ મળે. તારે દારૂ જોઈતો હોય તો અળવ મારી વાડીએ આવજે. ત્યાર બાદ તા.09/12/21ના રોજ સવારે 10 વાગ્યે ઇન્દ્રજિતે યુવતીને ફોન કરીને કહ્યું હતું કે જો તારે દારૂ પીવો હોય તો જયવીર મોટરસાઈકલ લઈને 12 વાગે લેવા આવશે. જેથી આ યુવતી દારૂ પીવાની લાલચે મોટરસાઈકલ પર બેસી જતાં જયવીર તેને અળવ ગામે ઇન્દ્રજિતની વાડીએ લઇ ગયો હતો.વાડીએ ઇન્દ્રજિત બાબભાઈ ખાચર, સત્યજિત બાબભાઈ ખાચર અને જયવીર જગુભાઈ ખાચર ત્રણેય હતા. યુવતીને ઓરડીમાં પૂરી દારૂનો નશો કરાવી ત્રણેય લોકોએ યુવતીને માર મારી તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 18 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

તા.9 થી 26 ડીસેમ્બર સુધી દુષ્કર્મ ગુજારી તા.26ના રોજ નરાધમોએ કોઈને ન કહેવાની અને ગામ છોડી દેવાની શરતે યુવતીને મુક્ત કરી હતી. આ યુવતીએ જામનગર પહોંચી સંબંધીને બનાવની જાણ કરતાં આ અંગે રાણપુર પોલીસને જાણ કરી હતી. યુવતીના પિતાએ રાણપુરમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો.અને યુવતીની સારવાર હાલ જામનગર ખાતે ચાલી રહી છે જો કે આ કિસ્સો એ દરેક યુવતીઓ માટે લાલબતી સમાન છે જે ભારે છૂટછાટ સાથે જીવન જીવવાની લ્હાયમાં પોતાની જિંદગીને બરબાદી તરફી લઇ જાય છે.