86 લાખની રદ થયેલ ચલણી નોટો સાથે 2 ઝડપાયા

2016માં રદ થઇ ચુકી છે 1000 અને 500 ના દરની નોટ

86 લાખની રદ થયેલ ચલણી નોટો સાથે 2 ઝડપાયા
file image

Mysamachar.in-મહેસાણા

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નોટબંધી કરવામાં આવી હતી અને તેમાં જુના ચલણ ની 500 અને 1000 ના દરની નોટો બંધ કરી દેવામાં આવી હતી, આ વાતને 4 વર્ષથી વધુ સમય થઇ ગયો છતાં પણ હજુ સમયાંતરે રાજ્યમાં ક્યાંક ને ક્યાંકથી આવી જૂની ચલણી નોટો મળી આવે છે, આવી જ એકાદ લાખની નહી પરંતુ 86 લાખની જૂની ચલણી નોટો મળી આવતા પોલીસ પણ એક તબક્કે આશ્ચર્યમાં પડી ગઈ હતી, નોટબંધી દરમિયાન બંધ કરાયેલ રૂ 1 હજાર અને રૂ 500ના દરની ચલણી નોટો બદલાવા બે શખ્સો ફરી રહ્યાની મહેસાણા એલસીબી સ્ટાફને માહિતી મળી હતી.

એલસીબી સ્ટાફે ગ્રાહક ઉભો કરીને કિશોર છનાભાઇ ઓડ રહે.ખેરાલુ અને વિજયસિંહ શિવસિંહ રાઠોડને મોબાઇલ ફોન કરી જુની નોટો સાથે રમાનવ આશ્રમ નજીક સાંઇબાબા રોડ પાટીદાર પ્લાઝા નજીક બોલાવ્યો હતો. અહી બન્ને શખ્શો પહોંચતાની સાથે જ પોલીસે GJ.02.AP.8033 નંબરની અલ્ટોકાર સાથે 86 લાખની નોટ સાથે ઝડપી પુછપરછ હાથ ધરી હતી. પોલીસે બન્ને આરોપીઓ સામે સીઆરપીસી કલમ 41(1),ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.