Mysamachar.in:મહીસાગર – મહેસાણા
રાજ્યમાં ગતરોજ એક જ દિવસમાં બે જુદા જુદા જિલ્લાઓમાં એસીબીની ટીમે ત્રાટકી અને બે લાંચિયાઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે, આ અંગે પ્રથમ ટ્રેપની વાત કરીએ તો મહેસાણામા સી.જી.એસ.ટી ના વર્ગ-2નો અધિકારી વ્યાપારી પાસે GST નંબર ચાલુ કરાવવાના 4 હજાર રૂપિયા લાંચ લેતો મહેસાણા એ.સી.બી ટીમના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
મહેસાણા ખાતે રહેતા અને વેપાર કરતા વ્યાપારીની દુકાન પર જી.એસ.ટી નંબર રદ્દ થઈ ગયાની નોટિસ આવી હતી.જેથી ફરિયાદી વ્યાપારીએ મહેસાણાના માલ માલગોડાઉન રોડ પર આવેલ સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ સી.જી.એસ.ટી કચેરીમાં વર્ગ-2 ના અધિકારી રવિશંકર જગદીશ ચંદ્ર જોષી પાસે GST નંબર ફરી ચાલુ કરાવવા અનેક વિનંતી કરી હતી. જોકે લાચિયા અધિકારીએ વેપારીની વિનંતી સ્વીકારવાને બદલે લાંચ માગી હતી.
GST નમ્બર ચાલુ કરાવવા ગયેલા વ્યાપારીએ અધિકારીને નંબર ચાલુ કરાવવા વિનંતી કરી છતાં વર્ગ-2 ના લાંચિયા અધિકારીએ વ્યાપરી પાસે GST નમ્બર ચાલુ કરાવવાના 5 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જોકે વ્યાપારી અને અધિકારી વચ્ચે થયેલ રકઝક બાદ 4 હજારમા મામલો પતાવવાની વાત થઈ જેમાં વેપારી લાંચ આપવા માંગતા નહોતા જેથી તેઓએ મહેસાણા એ.સી.બી ને જાણ કરતા ટીમે માલગોડાઉન રોડ પર આવેલ સરદાર કોમ્પ્લેક્સમા લાંચિયા અધિકારીને ઝડપવા છટકું ગોઠવ્યું હતું.જ્યાં વર્ગ 2 નો GST અધિકારી વ્યાપારી પાસે 4 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
જયારે એસીબીની બીજી ટ્રેપમાં મહીસાગર જીલ્લાનાં સંતરામપુરમાં પ્રાંત કચેરીમાં લાંચિયા કર્મીને ACB એ ઝડપી પાડ્યો છે. પ્રાંત કચેરીમાં ઓપરેટર સામે કાર્યવાહિ હાથ ધરાઈ છે. ખેડૂતો પાસે ખરાઈનાં દાખલા માટે લાંચ માંગી હતી. ઓપરેટર દ્વારા રૂ.70 હજારની લાંચ માંગતા ખેડૂત દ્વારા આ અંગે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ઓપરેટરને લાંચ લેતો ઝડપી પાડ્યો હતો.