બેટ દ્વારકામાં ૨ પર્યટકો ડૂબ્યા,શોધખોળ ચાલુ.. 

૧૭ પર્યટકો સાથે આવ્યા હતા..

બેટ દ્વારકામાં ૨ પર્યટકો ડૂબ્યા,શોધખોળ ચાલુ.. 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

યાત્રાધામ બેટ દ્વારકાની હાજી કિરમાણી નજીકના દરીયાકિનારે ન્હાવા પડેલા બે યુવાનો દરીયામા ડુબ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે,ઈદના બીજા દિવસે રાજકોટ તાલુકાના જેતલસર ગામનો મુસ્લિમ પરીવાર ફરવા માટે આવ્યો હતો,કુલ ૧૭ પર્યટકો હાજી કિરમાણી દરગાહના દર્શન કરી દરીયાકિનારે ફરવા આવ્યો હતો,જેમાથી ૨ યુવાનો ન્હાવા ગયેલ હતા,આવેલ ૧૭ પર્યટકો પૈકી ૧૧ મહિલા અને  પુરૂષોનો સમાવેશ થાય છે,જેમાં બે યુવકો ન્હાવા દરિયામા પડેલ હોય તણાઇ જતા તેમની શોધખોળ હાલ ચાલી રહી છે,બનાવની જાણ બેટ દ્વારકા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી ને ફાયર વિભાગની મદદથી શોધખોળ શરૂ કરી છે,હાલ પણ ઓખા ફાયર અને ઓખા મરીન પોલીસની ટીમો દ્વારા યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.