2 એસ.ટી.બસો સામસામે અથડાઈ...15 મુસાફરો થયા ઘાયલ

આજે સવારે અહી બની છે આ ઘટના

2 એસ.ટી.બસો સામસામે અથડાઈ...15 મુસાફરો થયા ઘાયલ

Mysamachar.in:દાહોદ

રાજ્યના હાઈવે પર વધતા જતા અકસ્માતોની સંખ્યા વચ્ચે આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે કે જો કે આ ઘટનામાં મોટી જાનહાની થવા પામી નથી. આ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે દાહોદના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામ નજીક બે એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે, વેલપૂરા ગામ નજીક બંને એસ.ટી બસો સામે સામે આવી જતા આ અકસ્માતમાં બસના ચાલક સહિત 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જે ઘાયલોને સારવાર માટે ઝાલોદ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.