Mysamachar.in-પાટણ
વધુ એક વખત બે લાંચિયાઓ એસીબીની ઝપટે ચઢ્યા છે, પાટણના સમી પોલીસ સ્ટેશનમાં બાઈક અકસ્માત કેસમાં આરોપીઓને હેરાન ન કરવા બાબતે 10,000 રૂપિયાની લાંચ લેતા પોલીસ સ્ટેશનના એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેને પાટણ એ.સી.બી.એ રંગેહાથે ઝડપી પાડતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે,
સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ પોલીસ કર્મચારી દ્વારા અકસ્માતના કેસમાં આરોપીને હાજર કરીને હેરાન ના કરવા મામલે અરજદાર પાસે રૂપિયા 10 હજારની લાંચની માગણી કરવામાં આવતા અરજદાર દ્વારા જાગૃત નાગરિક તરીકે પાટણ એસીબીને ટેલિફોનિક લાંચ મામલે ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવી એ.એસ.આઇ ના કહેવા મુજબ અરજદાર લાંચની રકમ લઈને કોન્સ્ટેબલને આપવા જતા લાંચની રકમ સ્વીકારતા સમયે એસીબી દ્વારા રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડયો હતો. અને લાંચ લેવા બદલ એ.એસ આઈ ભરતસિંહ પ્રભાતજી ઝાલા અને કોન્સ્ટેબલ અમૃતભાઈ તેજરામ ભાઈ દવે સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પોલીસે બંને પોલીસ કર્મીઓની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.