પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આંધણી ચાકરણ સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા

લુપ્ત થઇ રહી છે આંધણી ચાકરણ

પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આંધણી ચાકરણ સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા

My samachar.in:-વલસાડ

વલસાડ જિલ્લા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 2 યુવકો ને લુપ્ત થતી આંધળી ચાકરણ સાથે ઝડપી પાડ્યા છે, પારડી પોલીસની ટીમ નદીના બ્રિજ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન બાઇકને અટકાવી ચેક કરતા એક બાઈક ઉપરથી મહારાષ્ટ્રના 2 યુવકોને વન્ય જીવ આંધળી ચાકરણ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પારડી સામાજિક વનીકરણ વિભાગને બંને આરોપીઓ અને આંધળી ચાકરણ સર્પ સાથે સોંપવામાં આવ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તાપી જિલ્લાના એક ઇસમે સાપ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું..

બાઈક ન. MH-48-CD-3340ને અટકાવી ચેક કરતા બાઈક ઉપર સવાર 2 યુવકો પાસેથી 5 કિલો વજન ધરાવતા એક પ્રતિબંધિત આંધળી ચાકળ સાપ મળી આવ્યો હતો. પારડી પોલીસે બાઈક ઉપર સવાર મહારાષ્ટ્રના નરેશ જગદીશભાઈ સાગર તથા વૃત્વીજ પરિચિત વળવી હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેઓને ચેક કરતા બે ફોન મળી આવ્યા હતા. પોલીસે બંને ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે પ્રાથમિક પૂછપરછ કરતા તાપીના ડોળવણના મોહન જેસભાઈ ચૌધરીને આ ચાકરણ સાપ આપવા જવાનો હોવાનું જણાવ્યું હતું. જેથી સામાજિક વનીકરણની ટીમે મોહન જેસભાઈ ચૌધરીને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે 5 કિલોની આંધળી ચાકરણ સાપ 20 લાખમાં વેચવાનો હોવાનું જણાવ્યું હતું. સામાજિક વનીકરણની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.