Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવેલ ઠેબા ગામે વારસાઈ જમીન અને મકાન સહિતની મિલકતો પોતાના નામે કરાવી લેવા ધાકધમકી આપનાર 2 શખ્સો સામે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે, જામનગર નજીકના ઠેબા ગામે રહેતા અને ડેરી ચલાવતા કૌશિક બાબુભાઈ સંઘાણી નામના યુવાનને તેના જ કુટુંબના કૈલાસ કેશવજી સંઘાણી અને અન્ય શખ્સ ઈરફાન અલાતાફ તાયાણી નામના શખ્સો દુધની ડેરી તથા ઘરે આવ્યા હતા જ્યાં બંને શખ્સોએ ફરિયાદી કૌશિક સંઘાણી સાથે બોલાચાલી કરી ઠેબા ગામે આવેલ વારસાઈ જમીન તથા મકાન અને પ્લોટ બળજબરી પુર્વક તેઓના નામે કરી આપવા ધાક ધમકી આપી હતી. હદ તો ત્યારે થઇ ગઈ કે બન્ને શખ્સોએ ઘરે પહોચી ડેરી સંચાલકના પરિવારજનો સાથે બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને કૌશિકે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકે બન્ને શખ્સો સામે બળજબરી પૂર્વક મિલકત પચાવી પાડવા માટે ધમકી આપવા સબબની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.