Mysamachar.in:જામનગર
જામનગર નજીક આવેલ મોડપર ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં યુવક અને યુવતીનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે, મેઘપર પોલીસ દફતરેથી મળતી વિગતો મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામની વાડી વિસ્તારમાં ગતરોજ બપોરના સુમારે ભારતીબેન જીવાભાઇ કરમુર (ઉ.વ.25) નામની યુવતીનો પગ અકસ્માતે લપસતા તે કુવામાં ખાબકી હતી ત્યાં હાજર રહેલ નકુલ નથુભાઇ કરમુર (ઉ.વ.17) નામનો યુવાન પણ તેની પાછળ તેણીને બચાવવા માટે કુવામાં કુદયો હતો પરંતુ બન્ને બચી શકયા ન હતાં અને ડુબી જવાથી મૃત્યુ થયું હતું. બન્ને જામનગર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમના મૃત્યુની જાણ થતાં મેઘપર પડાણા પોલીસે બનાવ અંગે નોંધ કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.