વીજશોક લાગતા જામનગરમાં 2 ના મોત 

અહી બની છે ઘટના 

વીજશોક લાગતા જામનગરમાં 2 ના મોત 
symbolice image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં વીજશોક લાગતા 2 લોકોના મોત થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે, જુદી જુદી બે ઘટનાઓમાં બે આઘેડના મોત નીપજ્યા છે, પ્રથમ ઘટનાની વાત કરવામાં આવે તો જામનગર નજીક આવેલ લાખાબાવળ ગામે વસવાટ કરતા ઇશાક જુમા ખીરા નામના વ્યકિત પોતાના ઘરે ડ્રીલ મશીનમાં કામ કરતા ત્યારે અચાનક કોઈપણ કારણોસર વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું છે, જયારે બીજા કિસ્સામાં ખાદી ભંડાર નજીક આવેલ સોહિલ દાળિયા સેન્ટરમાં હેમતસિંહ કાલુભા જાડેજા નામના વ્યક્તિ ઇલેક્ટ્રિક ભઠીમાં દાળિયા શેકવાનું કામ કરી રહ્યા હતા ત્યારે કોઇપણ કારણોસર વીજશોક લાગતા તેનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.