2 યુગલો વતનમાંથી નાશીને લાલપુર આવ્યા, પોલીસ શોધવા આવી તો...

અન્ય એક યુગલ હેમખેમ મળ્યાનું જાહેર થયું છે,

2 યુગલો વતનમાંથી નાશીને લાલપુર આવ્યા, પોલીસ શોધવા આવી તો...
symbolic image

Mysamachar.in-જામનગર

હાલ લાલપુરના મોટા પાંચસરાની સીમમાં રહેતા મુળ ભાવનગર પંથકના વતની પ્રેમી યુગલે પોલીસ શોધવા આવતા ડર લાગી ગયો હોય ઝેરી દવા ગટગટાવી લેતા સગીરાનુ મોત નિપજયુ હતુ. જયારે પ્રેમી યુવકને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. મૃતક સગીરા અને પ્રેમી યુવક લગભગ સવા બે માસ પુર્વે વતનમાંથી ભાગી ગયા હતા જે લાલપુર પંથકમાં હોવાની બાતમીના આધારે ભાવનગરથી તળાજા પોલીસ ટીમ તપાસમાં પહોચી હતી લાલપુરના મોટા પાંચસરા સીમમાં સવા બે માસથી રહેતા ભાગીયા તરીકે વાડીમાં મજુરી કામ કરતા મુળ ભાવનગર પંથકના વતની વિજય જીણાભાઇ ચુડાસમા અને સાથે રહેલી સગીર તરૂણીએ મધરાતે રૂમમાં સજોડે ઝેરી દવા ગટગટાવતા બંનેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા જયાં સારવાર પુર્વે જ સગીરાએ દમ તોડયો હતો.

જયારે યુવક વિજયની હાલ સારવાર ચાલી રહી છે, ભાવનગરના તળાજાના દાઠા પોલીસમાં સવા બે માસ પુર્વે સગીરાના અપહરણની ફરીયાદ નોંધાઇ હતી. તપાસ દરમિયાન તળાજા પોલીસને આરોપી મોટા પાંચસરાની સીમમાં હોવાની બાતમી મળતા પોલીસ પહોચી હતી ભાવનગર પંથકના દાઠામાં જુદી જુદી બે સગીરાને ભગાડી જવા અંગે ફરીયાદ દાખલ થઇ હતી. જે બંને યુગલ થોડા સમય પુર્વે લાલપુર પંથકમાં આવ્યા હતા જયાં વાડી વિસ્તારમાં મજુરીકામ કરતા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જોકે, તળાજા પોલીસ કાર્યવાહી વેળા એક યુગલ હેમખેમ મળ્યાનું જાહેર થયું છે, ભોગગ્રસ્ત યુવક સહિત બે યુવાનો ગત તા.31 મેના રોજ બે સગીરાને અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ દાઠા પોલીસ મથકમાં જે તે સમયે નોંધાઇ હતી. તપાસમાં તળાજા પોલીસ કાર્યવાહી અર્થે પહોચી હતી જ્યાં એક યુગલે આ પગલું ભર્યાનું જાહેર થયું છે.