100 ના દરની 1200 થી વધુ નકલી નોટો સાથે 2 ઝડપાયા

પોલીસે આ તમામ સામગ્રી કબજે કરી

100 ના દરની 1200 થી વધુ નકલી નોટો સાથે 2 ઝડપાયા

 My samachar.in-:આણંદ

ભારત દેશના અર્થતંત્રને આર્થીક રીતે નુકશાન કરવાના હેતુથી ભારતીય બનાવટની 100ના દરની 1226 નંગ નકલી ચલણી નોટો બનાવતા બે ઈસમને નકલી નોટો બનાવવાના સાધનો સહિતના મુદામાલ સાથે ઝડપી  પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી આણંદ દ્વારા કરવામાં આવી છે, એસઓજી આણંદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સયુકત બાતમીદારથી ચોકકસ બાતમી હકિકત મળેલ કે એક ઇસમ પિયુષ પરષોત્તમભાઇ વઘાસીયા તથા તેનો ભાઇ આશીષ પરષોતમભાઇ વધાસીયા જેઓ આણંદ 100 ફુટ રોડ ઇન્દીરા સ્ટેચ્યુ પાસે આવેલ શિવ શરણમ કોમ્પલેક્ષમા આવેલ દુકાન નં. એફ-103 મા આવેલ ક્રિસ્ટલ સ્પા ચલાવે છે. અને તેઓ ભારતીય બનાવટની 100 ના દરની નકલી નોટો બનાવીને બજાર સાચી નોટો તરીકે ઉપયોગ કરે છે અને તેઓ હાલમા ક્રિસ્ટલ સ્પામા હાજર છે....

તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના અધિકારી તથા માણસો તથા જરૂરી પંચો સાથે આ જગ્યાએ રેઇડ કરતા રૂ.100 ના દરની ભારતીય બનાવટની નકલી નોટો નંગ 1226 તથા નકલી નોટો છાપવાની સાધન સામગ્રી મળી રૂ.33,610/- નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .તેમજ આ ઇસમોએ આ નકલી નોટો કર્યા કર્યાં વટાવેલ છે. તેમજ કોઇ ને આપેલ છે કે કેમ તેની વધુ તપાસ જારી રાખેલ છે ઝડપાયેલા બન્ને શખ્સો પાસેથી પોલીસે ભારતીય બનાવટની 100 ના દરની નકલી નોટો નંગ 1226 તથા કોમ્પ્યુટર સીસ્ટમ તથા કલર પ્રીન્ટર તથા મોબાઇલ નંગ 2 તથા નકલી નોટો છાપવાના કાગળ નંગ 23 તથા ફુટ પટ્ટી તથા કાગળ કાપવાની બ્લેડો મળી કુલ રૂ.33,610નો મુદ્દામાલ કબજે કર્યો છે