દ્વારકા જીલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી, બે કેસ પોજીટીવ 

અત્યારસુધી કોરોનામુક્ત જીલ્લો હતો

દ્વારકા જીલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી, બે કેસ પોજીટીવ 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કોરોના મુક્ત એવા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ અંતે કોરોના વાયરસની એન્ટ્રી થઇ હોય તેમ એકીસાથે બે કેસ પોજીટીવ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે, બંને કેસ બેટ દ્વારકામા 40 વર્ષીય પુરુષ અને 28 વર્ષની મહિલાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. જે કેસ પોજીટીવ આવ્યા છે તે વ્યક્તિઓ બે દિવસ પૂર્વે બેટ દ્વારકા આવ્યા હોવાનું અને કોરોન્ટાઈન માં રાખવામાં આવ્યાનું સામે આવે છે.