2 બાઈક સામસામે અથડાયા, 3 ના મોત 

અકસ્માતોની વધી રહેલી સંખ્યા ચિંતાજનક 

2 બાઈક સામસામે અથડાયા, 3 ના મોત 

Mysamachar.in-નવસારી:

રાજ્યમાં દરરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માત બે બાઈક વચ્ચે સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવી રહ્યું છે, નવસારી જીલ્લા વાંસદા તાલુકાના વાંસદા-ધરમપુર રોડ પર આવેલા વાડીચોંઢા ગામના વચલું ફળિયામાં વળાંક પાસે સામસામે બાઈક અથડાતાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે મહિલાનું વધુ સારવાર અર્થે લઇ જતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકસવારોને નાની-મોટી ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં રાજુભાઈ જાદવ અને ઝીણાભાઈ વાંઢુનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.જ્યારે શર્મિલાબેનને ગંભીર ઈજા પહોંચતાં ચીખલી રિફર કરતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે યુનિકોન બાઈકના સવારોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.