લાલપુર બાયપાસ ચોકડી પાસેથી દારૂના જથ્થાથી ભરેલ સ્કોર્પીયો કાર સાથે 2 શખ્સો ઝડપાયા 

પંચકોશી “બી” ડીવીઝન જામનગરની કાર્યવાહી 

લાલપુર બાયપાસ ચોકડી પાસેથી દારૂના જથ્થાથી ભરેલ સ્કોર્પીયો કાર સાથે 2 શખ્સો ઝડપાયા 
symbolic image

Mysamachar.in-જામનગર:

જામનગર પંચકોશી બી" ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ સી.એમ.કોટલીયા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે લાલપુર તરફથી એક સફેદ કલરની સ્કોર્પીયો કાર રજી.નં.GJ-06-EH-8541 વાળીમા ઇંગલીશ દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ આવનાર છે તેવી હકીકત મળતા પંચકોશી બી ડીવીઝન સ્ટાફ દ્વારા વોચમાં રહેતા મળેલ માહિતી વાળી સ્કોર્પીયો કાર નીકળતા તેને વાહનોની આડસ કરી કોર્ડન કરી રોકી સ્કોર્પીયોમા બે ઇસમો બેઠેલ હોય જેમા વાહન ચાલક ખીમાભાઇ ઉર્ફે ખીમો બોધાભાઇ શામળા રાણપર ગામ તા.ભાણવડ અને ધાનાભાઇ પાલાભાઇ પાસ્તરડી ગામ તા.ભાણવડ  હોવાનુ જણાવેલ..

જે બાદ ગાડીની તપાસ કરતા તેના કબજાની સ્કોર્પીયો કારમા ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ.૩૨૪ કિ.રૂ.૧,૬૨,૦૦૦ મળી આવેલ તથા સ્કોર્પીયો કાર કી.રૂ.2,50,000તથા મજકુર બન્ને ઇસમોની અંગ જડતીમાથી મોબાઇલ ફોન નંગ.૦2 મળી કુલ મુદ્દામાલ 4,18,000 સાથે મળી આવેલ તથા ઇંગલીશ દારૂનો જથ્થો ધોરાજી ખાતે કારા રાણા રબારી પાસેથી મેળવી અને જામનગર ખાતે જયેશ ઉર્ફે જય દેગામાને આપવાનો હોવાનુ જણાવેલ. આ કાર્યવાહીમાં પીએસઆઈ સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. કે.પી.જાડેજા ડી.ડી.ભીમાણી એમ.એલ.જાડેજા તથા કે.જી.જાડેજા, પી.કે.જાડેજા, ખોડુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, સુમીતભાઇ શિયાર,મયુરસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતી.