દુબઈ વર્કપરમીટના નકલી વિઝા આપી છેતરપીંડી કરતા 2 શખ્સો ઝડપાયા

પોલીસે 19 પાસપોર્ટ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યા

દુબઈ વર્કપરમીટના નકલી વિઝા આપી છેતરપીંડી કરતા 2 શખ્સો ઝડપાયા

Mysamachar.in-આણંદ

આણંદ એસઓજી ટીમે  ભારત સરકારના વિદેશ મંત્રાલય ઉપ્રવાસી સુરક્ષી કાર્યાલય મુંબઈનાઓ તરફથી એક અરજી મેઈલ દ્વારા મળેલ જેમા ફરીયાદી વસીમ ઇકબાલભાઇ મલેક રહે-નડિયાદ નાઓએ જણાવેલ કે, જે. પી.ઇન્ટરનેશનલ આણંદ રધુવીર સેન્ટર ઓફીસ નંબર 210 મનન હોસ્પિટલ સામે આણંદ ભાલેજ રોડ આણંદના ઓનર જયદિપ હસમુખભાઇ પટેલ રહે, વડોદરા તથા રવિકુમાર મનસુખભાઇ ભાસ્કર રહે, સુરતનો દુબઇ ઓલીવ ઇ-બીઝનેશ એલ.એલ.સી કંપનીના વર્કપરમીટ વીઝા આપવાનું કહી જવાના સમયે વીઝા આઇ.સી.એ એપ્રુવલ નથી થયા તેમ જણાવી ખોટા વિઝિટર વીઝા આપી દુબઇ ખાતે મોકલી આપવાનું કહી નહી મોકલી રૂપિયા 1,70,000/- તેમજ બીજા નાણાકીય ખર્ચ કરાવી છેતરપીંડી કરેલ હોય તેવી અરજી આપેલ જે અનુસંધાને એસઓજી પોલીસે અરજી હકીકત આધારે જે.પી. ઇન્ટરનેશનલ આણંદ રઘુવીર સેન્ટર ઓફીસ નંબર 210 મનન હોસ્પિટલ સામે આણંદ ભાલેજ રોડ આણંદ જઈ ખાત્રી તપાસ કરતા શંકાસ્પદ જણાઈ આવતા તેઓની આડકતરી રીતે પુછપરછ કરતા યોગ્ય જવાબો આપતા ન હોય જેથી એસ.ઓ.જી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી પંચોના માણસો બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને રૂ.2,70,500/- ના મુદ્દામાલ સાથે પકડી આણંદ ટાઉન પો.સ્ટ ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. પોલીસે ઝડપી પાડેલા જયદિપ હસમુખભાઇ પટેલ રહે, વડોદરા અને રવિકુમાર મનસુખભાઇ ભાસ્કર રહે, સુરત પાસેથી 2 લેપટોપ અલગ અલગ કંપનીના 10 નંગ મોબાઇલ કિં.રૂ 7,500/-, અલગ અલગ નામ સરનામાંવાળા પાસપોર્ટ 19  રોકડા રૂપિયા 2,43,000 સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.