જામનગર-દ્વારકા-બે જીલ્લા પંચાયત પર કોંગ્રેસનો પંજો,૪ તાલુકાપંચાયત પર કબજો મેળવવામાં ભાજપ સફળ

સ્થાનિક નેતાઓની પણ જવાબદારી આગામી સમયમાં પક્ષ દ્વારા ફિક્સ કરવામાં આવશે તેવું પણ હાલના સંજોગો જોતા જણાઈ આવે છે

જામનગર-દ્વારકા-બે જીલ્લા પંચાયત પર કોંગ્રેસનો પંજો,૪ તાલુકાપંચાયત પર કબજો મેળવવામાં ભાજપ સફળ

Mysamachar.in-જામનગર-દ્વારકા

લોકસભાની ચુંટણીમાટેની સેમીફાઈનલ સમાન અને સ્થાનિક નેતાઓના શક્તિપ્રદર્શન સમી આજની તાલુકાપંચાયતો અને જીલ્લાપંચાયતોના પ્રમુખ સહિતના હોદેદારોની ચુંટણીમાં કોંગ્રેસ જામનગર અને દેવભૂમિદ્વારકા એમ બને જિલ્લાઓની જીલ્લાપંચાયત માં કબજો જમાવી રાખવામાં સફળ રહી છે..જયારે ચાર તાલુકાપંચાયતો માં થી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો છે..જયારે ભાજપ એ પણ ભાણવડ તાલુકાપંચાયત ગુમાવી બેસવાનો વારો આવ્યો છે..

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અઢીવર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદેદારોની વરણીઓ અને સતાઓ પલટાઓ ના કાવાદાવાઓ ને લઈને છેલ્લા કેટલાય દિવસોથી રાજકારણ ભારે ગરમાવાભર્યું બને જિલ્લાઓમાં રહેવા પામ્યું હતું..તો હોદાઓ મેળવવા માટે બળવાની પણ જાણે મોસમ ચાલુ થઇ હોય તેમ એકમાં થી બીજા પક્ષમાં જવાનો તો જાણે દૌર જ શરૂ થયો હતો..એવામાં આજે કોંગ્રેસ માટે ખુશી સાથે દુઃખ એટલા માટે કહી શકાય કે કોંગ્રેસ બને જિલ્લાઓની જીલ્લાપંચાયતો પર કબજો જાળવી રાખવા અડીખમ રહ્યું...જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની કલ્યાણપુર તાલુકાપંચાયત કોંગ્રેસ ના કબજામાં થી સરકી ને ભાજપના હાથમાં આવી જતી રહી છે..તો ભાણવડ તાલુકા પંચાયતના શાશનની ધુરા જે ભાજપ પાસે હતી ત્યાં પંજો બળવાન બની જતા ભાજપ એ સતા ખોઈ બેસવાનો વારો આવ્યો છે...જયારે ખંભાળિયા અને દ્વારકા તાલુકાપંચાયતો માં ભાજપ નું શાશન અકબંધ રહેવા પામ્યું છે..

તો આ તરફ જામનગર જીલ્લાની વાત કરીએ તો જામનગરમાં કોંગ્રેસ ને જામનગર તાલુકા પંચાયત અને લાલપુર એમ બને પંચાયતો પર થી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો છે..અને ભાજપ એ સતાપલટા માં આ બને પંચાયતો માં પોતાની ધુરા સંભાળી લીધી છે...જયારે કાલાવડ અને જોડિયા તાલુકા પંચયાત કોંગ્રેસ પાસે અકબંધ રહેતા કોંગ્રેસ ને વધુ નુકશાની ભોગવવાનો વારો આવ્યો નથી...તો ધ્રોલ તાલુકાપંચાયત પર ભાજપનો કબજો યથાવત રહેતા નેતાઓ ગેલમાં આવી ગયા છે..જામજોધપુર કોંગ્રેસના એક સભ્યની તબિયત બગડતા બપોરે ૩ વાગ્યા સુધી જામજોધપુર તાલુકા પંચાયતની ચુંટણી મોકૂફ રહ્યા બાદ જાહેર થયેલ પરિણામોમા ૯ સભ્યોની બહુમતી સાથે જામજોધપુર તાલુકા પંચાયતમાં સતા માં પલ્ટો આવ્યો છે અને ભાજપ એ સતાનું સુકાન કબજે કર્યું છે..

આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલમળીને ચાર તાલુકાપંચાયતો ભાજપે કબજે કરી છે..અને સતાપલટો આવતા કોંગ્રેસ એ બને જિલ્લાઓની મળીને કુલ ચારે તાલુકાપંચાયતો પરથી પોતાની પકડ ગુમાવી છે..કોંગ્રેસના નબળા પ્રદર્શન પાછળ કયાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓની પણ જવાબદારી આગામી સમયમાં પક્ષ દ્વારા ફિક્સ કરવામાં આવશે તેવું પણ હાલના સંજોગો જોતા જણાઈ આવે છે...