જામનગર જિલ્લામા ૧૮૨ % વરસાદ છતા ગરમી કાં પડે?

લોકોને મુંઝવતો સવાલ

જામનગર જિલ્લામા ૧૮૨ % વરસાદ છતા ગરમી કાં પડે?

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામા છેલ્લા અઢી દાયકાનો રેકર્ડ તોડી સીઝનમા ૧૮૨%વરસાદ થયો છે, વરસાદ મોડો ભલે શરૂ થયો પરંતુ આવ્યો ખુબજ તેનાથી જળાશયો તો ભરપુર થયા સાથે-સાથે નુકસાન પણ ખુબ થયુ ત્યારે લોકો અકળાય છે એ બાબતે ગરમી કાં પડે આવી જ ગરમી પડતી અને વરસાદ ખાબકતો તો વળી શિયાળાનો પગરવ હવામાનમા દસ ટકા મોડી રાત્રીએ થાય છે, પરંતુ દિવસભર ગરમી બફારો અકળાવે છે, નિષ્ણાંતો તેને ગ્લોબલ વોર્મીંગનુ કારણ ગણે છે, તેથી જે ઓઝોન લેયર નબળુ પડ્યુ છે તેથી ગરમી  એટલે તાપ વધુ લાગે છે,

જામનગર જિલ્લામા ૧૮૨% વરસાદ થયો નહિતર દાયકાની સરેરાશ ૭૦૦ થી ૭૫૫ મીમી  રહ્યો છે પરંતુ આ વખતે સરેરાશ ૧૨૦૦ મીમી જેટલો વરસાદ તાલુકા અને ગ્રામ્યના આકડા મુજબ થયો જામનગર શહેરમા આ વખતે ૪૮ ઇચ થયો જોકે જામનગરમા છેલ્લે ૨૦૧૦મા ૬૧ ઇચ ૨૦૧૩મા ૫૬ ઇચ ૨૦૦૭મા ૭૮ ઇચ નોંધાયો હતો જોકે ૨૦૦૩.... ૨૦૦૭.... ૨૦૧૦....મા શહેર મા પુર આવેલુ પરંતુ સમગ્ર જિલ્લાના તાલુકાઓમા સારો વરસાદ હતો પરંતુ આ વખત જેટલો ન હતો બીજી તરહ હાલારમા વરસાદ બાદ ભરાયેલા પાણીના નિકાલ ન થવાથી ગંદકીઓ હજુ ખદબદે છે સમગ્ર પણે જિલ્લામા જમીન ચોખ્ખી થઇ નથી જો કે જાણકારો એવું પણ કહે છે કે ગરમી આવી ને આવી રહેશે તો હજુ માવઠા પણ પડે તો નવાઈ નહિ...

-દ્વારકા જિલ્લામા ખંભાળિયા મોખરે
દેવભૂમિ દ્વારકા જિલ્લામા આ વખતે સરેરાશ ૧૬૫% વરસાદ થયો છે, જેમા સૌથી વધુ ખંભાળીયામા ૫૩ ઇચ પડ્યો છે,. અને સરેરાશ ર૫ ઇચ થયો છે જો કે ખુબી એ છે કે દ્વારકા જિલ્લામા અનેક સ્થળે વરસાદી પાણી હજુ સુકાયા નથી ખાડા, રસ્તાના ગાબડા,અવાવરૂ જમીન બધે જ પાણી ભર્યા છે, જેમા જંતુ વધે છે તેમજ નદી નાળા ડેમ તરફ પાણી તો ગયા સાથે સાથે ગામોમા પાણી ખુબ ઘુસ્યા તેમાંથી ઘણા સ્થળે સાવ કોરાળુ થયુ નથી.