દ્વારકા જિલ્લામાં 25 આરોગ્ય કેન્દ્રમાંથી 18માં તો ડોક્ટર જ નથી..!

એક તરફ છે રોગચાળો...

દ્વારકા જિલ્લામાં 25 આરોગ્ય કેન્દ્રમાંથી 18માં તો ડોક્ટર જ નથી..!

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તાજેતરમાં મેઘરાજાએ દેવભૂમિ દ્વારકા ને ઘમરોળી નાખ્યું...પણ વરસાદ બાદ રોગચાળાની શક્યતા ખુબ વધી જતી હોય છે, એવામાં એક  તરફ રોગચાળો લોકોને સારવાર માટે પહોંચવાની હાલાકી છતા નવરચીત જિલ્લો દ્વારકા આરોગ્ય સેવા માટે સદ્વર થતો નથી કે કોઇ સદ્ધર કરવા માંગતુ નથી, કેમ કે સરકારી દવાખાનાઓમા ડોક્ટરો જ નથી ના છુટકે ને પરવડે નહિ તો પણ  દર્દીઓને ખાનગીમા વેંતરાવવા જાવુ પડે છે, ગ્રામ્ય પંથકમાં સ્થાનિક કક્ષાએ જ દર્દીઓને ઇમરજન્સી હાલતમાં સારવાર મળી રહે તેવા આશયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલ્યા છે.પરંતુ દ્વારકા જિલ્લામાં વાસ્તવિક્તા એ છે કે, 25 આરોગ્યકેન્દ્રમાં થી 18 આરોગ્યકેન્દ્ર માં તો ડોક્ટર જ નથી એવામાં હાલ રોગચાળો ફાટી નિકળ્યો છે.

દ્વારકા જિલ્લામાં 23 ગ્રામ્ય પ્રાથમિક અને 2 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત કુલ 25 આરોગ્ય કેન્દ્ર આવેલા છે.આ આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટર હોવા ફરજિયાત છે.પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે,જિલ્લામાં 25 આરોગ્ય કેન્દ્ર સામે માત્ર 7 જ એમબીબીએસ ડોક્ટર છે. હાલ ખંભાળિયા પંથકમાં રોગચાળો બેકાબું બન્યો છે.ત્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાયરલ ફીવર જેવા રોગમાં દર્દીઓ સપડાયા છે.