Mysamachar.in-મહીસાગર:
દેશના અર્થતંત્રને ખોખલું કરવાના કારસા સમાન નકલી નોટો છાપવાના અને હેરફેરના નેટવર્ક પર પોલીસની સતત નજર રહેતી હોય છે, એવામાં મહીસાગરના સંતરામપુરના કોળી ગામેથી રૂા.3.29 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 શખ્સો ને પોલીસ ઉપાડી લીધા છે, સંતરામપુર તાલુકાના ડોળી ગામની સીમમાં ગરનાળા પાસે ત્રણ માણસો ચલણી ડુપ્લિકેટ નોટોની આપ-લે કરવા માટે ભેગા થનાર છે તેવી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને બે બાઇક લઈને આવતાં અજયભાઇ પ્રતાપભfઇ ડામોર, મહેશભાઇ રણછોડભાઇ માલ રહે.ભાણપુર નિશાળ ફળીયુ તા.સિંગવડ જિ.દાહોદ તથા શનાભાઇ મલાભાઇ ચંદાણા રહે.વડા પીપળા તા.સિંગવડ જિ.દાહોદને પકડી પાડ્યા હતા. તેઓની તપાસ કરતાં તેઓના કબજામાંથી ભારતીય ચલણીની રૂ।.500 ના દરની ડુપ્લિકેટ નોટો નંગ -77 કિ.રૂા. 38,500 તથા રૂા.200 ના દરની ડુપ્લિકેટ નોટો નંગ -1456 કિ.રૂ 2,91,200 મળીને કુલ રૂા.3,29,700ની બનાવટી નોટો પકડી પડી હતી.
પકડાયેલા ત્રણે જણાં ચલણી નોટો બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતાં તેનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવાના હેતુથી નોટો રાખતાં પોલીસે 3 ની અટકાયત કરી હતી. પોલીસે 3 નંગ મોબાઇલ તથા બે બાઇક મળીને કિ.રૂા .90,500 નો મુદ્દામાલ તથા ડુપ્લિકેટ નોટો કુલ રૂા 3,29,700ની મળી કુલ રૂા 4,20,200 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અને ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી આ નોટો ક્યાંથી આવી ક્યાં જવાની હતી તે તમામ દિશામાં તપાસ શરુ કરી છે.