Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા પોલીસવડા દીપન ભદ્રન દ્વારા જામનગર શહેર સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ડી સ્ટાફ સહિતના વિભાગોના 8 પોલીસકર્મીઓ મળીને 14 પોલીસકર્મીઓની અચાનકથી થયેલ બદલીએ જામનગર પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જગાવી છે.આ બદલીમાં અમુક બદલીઓ જાહેર હિતમાં અને પદરના ખર્ચે કારણ દર્શાવવામાં આવ્યું હોય પરંતુ તાજેતરમાં પોલીસ વિભાગની જે ફાયરીંગ રેન્જમાં ફાયરીંગ પ્રેક્ટીસ ચાલી રહી છે તેને લઈને કોઈ બાબતે એક અધિકારી દ્વારા કરવામાં આવેલ ખાનગી રીપોર્ટ બાદ પોલીસવડા દીપન ભદ્રન દ્વારા આ બદલીઓ પૈકીની અમુક બદલીઓ કરવામાં આવી છે.તેવી ચર્ચાઓ પોલીસવિભાગમાં ચાલી રહી છે.
બદલી પામેલાઓમાં સીટી બી ડીવીઝન ડી સ્ટાફ સહિતનાઓની બદલીઓ પર નજર કરવામાં આવે તો શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા કાલાવડ ગ્રામ્ય, રવિન્દ્રસિંહ મહાવિરસિંહ જાડેજા ધ્રોલ, ફૈઝલ મામદભાઇ ચાવડા કાલાવડ ગ્રામ્ય, ક્રિપાલસિંહ ચંન્દ્રસિંહ જાડેજા ધ્રોલ, દેવસુર વિરાભાઇ સાગઠીયા ધ્રોલ, વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાને કાલાવડ ગ્રામ્ય, અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા ધ્રોલ, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને જામજોધપુર બદલી કરવામાં આવી છે,
તો કાલાવડ ગ્રામ્યના પંકજ ખીમજીભાઇ વાધેલા સીટી બી, જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા કાલાવડ ગ્રામ્યથી સીટી બી, મયુરરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા કાલાવડ ટાઉનથી સીટી બી, ગીતાબેન હરદાસભાઇ ગોજીયા કાલાવડ ગ્રામ્યથી સીટી બી, ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા જામજોધપુરથી સીટી બી, ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢાને જામજોધપુરથી સીટીબીમાં મૂકવામાં આવ્યા છે.