રાજ્યના 124 મામલતદારોની બદલી

જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ

રાજ્યના 124 મામલતદારોની બદલી

Mysamachar.in-ગાંધીનગરઃ

દિવાળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ રાજ્યની મહેસૂલ કચેરીમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા 124 મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. આ માટે ગાંધીનગર રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં આદેશનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ બદલીમાં જામનગરના ત્રણ મામલતદારનો પણ સમાવેશ થયો છે. જેમાં જામનગર ક્લેક્ટરેટમાં પબ્લિક રિલેશન ઓફિશર તરીકે ફરજ બજાવતા કે કે કરામટાની જામનગર રૂરલ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે જામનગર રૂરલમાં મામલતદારની ફરજ બજાવતા બી જી પરમારની મહેસાણાના વીસનગરના મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. તો ક્લેક્ટરેટમાં મામલતદાર (પ્રોટોકોલ)ની ફરજ બજાવતા કે આર ગઢિયાની અમરેલીના રાજુલામાં મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. જામનગરમાં ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા બી એમ જાદવની બદલી રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં મામલતદાર તરીકે કરવામાં આવી છે. તો રાજકોટમાં રૂડામાં ફરજ બજાવતા કે જી લુક્કાની દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે બદલી કરવામાં આવી છે.