દર્શન કરવા જઈ રહેલ લોકોને નડ્યો અકસ્માત, 2 વાહનો ધડાકાભેર અથડાયા, 11 ના મોત 

મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો 

દર્શન કરવા જઈ રહેલ લોકોને નડ્યો અકસ્માત, 2 વાહનો ધડાકાભેર અથડાયા, 11 ના મોત 

Mysamachar.in-વડોદરા:

આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 11 લોકોના કરુણ મોત નીપજતા ઘટનાસ્થળ મૃતકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું,  મળતી વિગતો મુજબ આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા આ ઘટનામાં આઇસર ટેમ્પોમાં ફસાયેલા તમામ લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી, તો આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતમાં મૃતકોની યાદી
-હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11)
-ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11)
-દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા
-દેવાંશી બિજલ ખડીયા
-નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા
-પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા
-દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા
-ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા
-રૂતિક જીન્જુવાડીયા
-ખોડાભાઇ ચુનાભાઇ આહીર