આરોપીને જામીનમુક્ત કરવા હેડ કોન્સ્ટેબલે 10,000 માગ્યા
એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો

Mysamachar.in:છોટા ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ મથકમાં એ.સી.બી. એ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે. બનાવની વિગત એવી છે કે ઝોઝ પોલીસ મથકમાં એક 325, 504, 506(2), તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ નોંધાયેલ ગુનાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે હેડ કોન્સ્ટેબલ પરબસિંગ નારસિંહ રાઠવાએ રૂ.10 હજારની લાંચ માંગી હતી. આરોપી લાંચ આપવા માંગતા ન હતા, અને એસીબીને ફરિયાદ કરતા વડોદરા એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. છટકામાં હેડ કોન્સ્ટેબલ પોલીસ મથકમાં રૂ.10 હજારની લાંચ લેતા એ.સી.બી. ના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા.