ડેમોમા સો ટકા પુરતુ પાણી,.. પણ નિયમીત વિતરણ થશે..?

ડેમોમા સો ટકા પુરતુ પાણી,.. પણ નિયમીત વિતરણ થશે..?
રણજીત સાગર

Mysamachar.in-જામનગર:

શહેરમાં દરેક નાગરીકને 140 લીટર દૈનિક પાણી વિતરણકરવાની ફરજીયાત જવાબદારી મહાનગરપાલિકા ની છે, તંત્રનો દાવો છે કે એકાંતરા આપીએ છીએએટલે માથાદીઠ 240 લીટર પાણી આપીએ છીએ ત્યારે માથાદીઠ 240 લીટર એકાંતરા આપવુ હોયત્યારે એક પરિવારમાં પાંચ સભ્યો ગણીએ તો 1200 લીટર પાણી આપવુ જોઇએ. આ માટે હાલ જે ફોર્સથી પાણી આવે છે તે મુજબ 45થી 50 મીનીટ એકધારૂ પાણી અપાય તોજ આ જરૂરીયાત પુરી થાય વળી રોજ એકાંતરા લેખે 1 લાખ 15 હજાર નળ જોડાણને પાણી આપવા 115 એમએલડી પાણીની જરૂર પડે છે. આટલુ પાણી મેળવવા રણજીત સાગર, આજી-3, નર્મદાની સીધી લાઇન અનેઉંડ-1, સસોઇના પાણી મેળવાય છે. જેમ તેમ કરી ખીજડીયા સમ્પો, પંપ હાઉસ અને આજી-3 થી ડાયરેકટ લાઇનલગત સમ્પ બન્યા તેમાંથી રોજ સમયસર 12 પાણીના ઓવર હેડ ટેન્ક ભરવાના થાય છે, ત્યાંથી જે ઝોનનો વારો હોય ત્યાં વિતરણ કરવાનું હોય છે. પરંતુ વાસ્તવીક પરિસ્થિતિ એછે કે આ દરેક રીતે એકઠુ કરવામાં 115 એમએલડી રાખીએ તો નેટ 100 એમએલડી તો પુરેપુરૂ વિતરણ થવુ જોઇએ પરંતુ તેમ થતુ નથી.

-દરેક ડેમ ભરપુર હોયતો પણ રોજ નિયમીત વિતરણ શક્ય જ નથી
જામનગરમાં ધીમે ધીમે વધતા 750 કીમીની પાણીની નાની મોટી પાઇપ લાઇન છે પરંતુ મોટા ભાગની લાઇન જર્જરીત છે નવી લાઇનો તો દાયકાથી નંખાય છે પરંતુ 30થી 40 વર્ષ જુની જે લાઇનો છે તેમાંથી મોટા ભાગની બદલી નથી તેથી પાણીનો જથ્થો સમ્પ-ઇમેસમાટ સુધી પહોચ્યા બાદ પણ જર્જરીત લાઇનમાંથી જાણે ડુકતાડુકતા પહોંચે તેમાં વળી લીકેજ થાય, લાઇન તુટી જાય, જંકશન તુટી જાય, કેમકે વધુ જ જર્જરીત છેમાટે છતે પાણીએ પણ મનપા તરસ્યા રાખી શકે તેમ છે માટે કહી શકાય કે પાણી ગામના પાદરેઆવે પરંતુ લોકોના ઘરમાં ન પહોંચે.

-પાણીનો વિભાગ શહેરનો કે જિલ્લાનો સમર્પિત જરૂરી
અમુક ફરજ ફરજીયાત હોય છે અમુક ફરજ ભલે ફરજીયાત હોય પરંતુ નૈતિક ફરજ ગણીને કરાયતો તે ઉગી નીકળે પીવાનું પાણી વિતરણ કરવા એક તો સરખુ પમ્પીંગ, સરખો ફોર્સ, એક સરખો સમય જાળવવો જરૂરી છેઅને ફોલ્ટ રીપેરીંગ માટેનો સ્ટાફ ખડેપગે રહેવો જરૂરી છે, અને ટાંકા, ડેમ સાઇટ, નર્મદા લાઇનમાંથી પાણી ચોરી, પંપહાઉસ-સમ્પમાંથી પાણીચોરી અટકાવવી જોઇએ પરંતુ જિલ્લા-શહેર બંને સીસ્ટમમાં સો ટકા સમર્પિતતાના અભાવ છે.

-લોકો પણ આગળ આવે અને પાણીનો બચાવ કરે..લોકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી અને પોતાની આસપાસ થતો પાણીનો બગાડ અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ અન્યથા વારંવાર પાણીની કિલ્લત ભોગવવાનો વારો આવશે તેમાં કોઈ શંકા નથી.