ટાબરિયાએ “I Love You” ની લખી ચીઠ્ઠી અને બે પરિવાર વચ્ચે સર્જાયું ધીંગાણું

જાણો કયાનો છે બનાવ

ટાબરિયાએ “I Love You” ની લખી ચીઠ્ઠી અને બે પરિવાર વચ્ચે સર્જાયું ધીંગાણું

Mysamachar.in-રાજકોટ:

આજના આધુનિક જમાનામાં બધું ઝડપી થઈ રહ્યું છે. યુવાનીમાં યુવકને યુવતી પ્રત્યે આકર્ષણ થાય તે શક્ય છે અને પ્રેમ પ્રકરણના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, તેવામાં એક ટાબરિયાએ ૧૦ વર્ષની બાળકીને “I Love You” લખેલ ચિઠ્ઠી મામલે ચોટીલાના આણંદપર ગામે બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાતા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ આ મામલો પોલીસમાં પહોંચ્યો છે,

માની ન શકાય તેવા આ બનાવની વાત જાણે એમ છે કે રાજકોટ જિલ્લાના ચોટીલાના આણંદપર ગામે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષના કિશોરે ૧૦ વર્ષની બાળકીને “I Love You” લખેલ ચિઠ્ઠી તેની બેગમાં નાખી દીધી હતી અને બાળકી ઘરે ગઈ ત્યારે તેની માતાને આ વાતની જાણ થઈ હતી,

આથી બાળકીની માતાએ ટાબરીયાને ઠપકો આપી તેના માતા-પિતાને કહેવા જતા તેઓ ઉશ્કેરાઇને આંખમાં મરચાની ભૂકી નાંખી હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને પરિવાર સામસામા આવી જતા સશસ્ત્ર ધીંગાણું સર્જાયુ હતું. જેમાં બાળકીના પરિવારના ૬ સભ્યોને અને સામે પક્ષે ૪ શખ્સોને ઇજા થતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે હોસ્પિટલ ચોકી પોલીસને જાણ થતા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.