જનરલ સ્ટોરમાં દવાખાનું ચલાવતા 10 પાસ તબીબને ઝડપી પડતી SOG

આરોગ્ય વિભાગનું પોલીસ કરે છે.

જનરલ સ્ટોરમાં દવાખાનું ચલાવતા 10 પાસ તબીબને ઝડપી પડતી SOG
symbolic image

Mysamachar.in-જામનગર

આમ તો ડીગ્રી વિના કોઈ તબીબી પ્રેક્ટીસ કરતુ હોય તો તેને ઝડપી પાડવાનું કામ આરોગ્ય વિભાગનું છે, પણ જામનગરમાં આ કામગીરી પોલીસને કરવી પડે તે બહુ ના કહેવાય...!જામનગર SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જામનગર તાલુકાના વિજયપુર ગામેથી શ્રી નાથજી જનરલ સ્ટોર નામની દુકાનની આડમાં માત્ર 10 ધોરણ પાસ રાજેશ બચુભાઈ રાણપરીયા મેડીકલ ડોક્ટરને લગતી ડીગ્રી ધરાવતો ના હોવા છતાં ડોક્ટર તરીકેની ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપતો હોવાની માહિતીને આધારે રેઇડ કરી રાજેશ ના કબજામાંથી સ્ટેથોસ્કોપ મશીન, બીપી ઈન્સતૃમેન્ટ, અને અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂપિયા 3500નો મુદામાલ કબજે કરી તેના વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.