Mysamachar.in: જામનગર
રાજ્યમાં માદક દ્રવ્યો પર અલગ અલગ જિલ્લાઓમાં પોલીસે તવાઈ બોલાવી અને દારુ ઉપરાંતના યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થો ઝડપી પાડવાનો સિલસિલો યથાવત છે, એવામાં જામનગર જીલ્લો પણ કઈ રીતે બાકાત હોય શકે..જામનગરમાં થોડા દિવસો પૂર્વે એસઓજીએ ચેલા ગામેથી એક શખ્સને મેફેડ્રોન પાઉડર સાથે ઝડપી તે કિસ્સામાં જ મુંબઈથી પણ એક શખ્સને ઝડપી પાડ્યો, તો મોરબી ડ્રગ્ઝનું કનેક્શન પણ જામનગર ખુલ્યું અને આરોપીને સાથે રાખીને એટીએસ ટીમે બેડી નજીક અવાવરું જગ્યામાંથી 10 કરોડની કિમતનું બે કિલો જેટલું ડ્રગ્ઝ જપ્ત કર્યું ત્યાં જ વધુ એક વખત જામનગર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે , અને 4 ઇસમોને આ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
જામનગરમાં ચોક્કસ માહિતીના આધારે એસઓજીએ રેઈડ કરી આરોપી સલીમ ઉર્ફે સલીયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા, તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા, મહેન્દ્રસિંહ ઉર્ફે મેદીયો ઉમેદસિંહ જાડેજા રહે બધા જામનગર વાળાઓને ઇક્કો ગાડી નંબર- GJ-10-DA-2016 સાથે 10 કિલો 300 ગ્રામ ગાંજો તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા4,48,200/- સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ સીટી “બી”ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. ઝડપાયેલામાંથી સલીમ વલીમામદ માકોડા તથા રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા અગાઉ પણ ગાંજાના કેસમાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.