Mysamachar.in-જામનગર:
આમ તો જેલ કોઈપણ હોય તેમાં તમાકુથી માંડીને કેટલીય એવી ચીજવસ્તુઓ છે જેના પર પ્રતિબંધ છે, પણ વારંવાર જેલમાં થતા ચેકિંગ દરમિયાન આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે, જે જેલ પ્રશાસનો સામે પણ સવાલો ઉભા કરે કારણ કે આટલા કેમેરાઓ ટાઈટ સિક્યુરીટી સતત ચેકિંગ છતાં જેલમાં અંદર કેદીઓ મોબાઈલનો ઉપયોગ કરે અને બહાર જેવો જ માહોલ માણે…વાત અત્યારે જામનગર જીલ્લા જેલની કરવામાં આવી છે, જામનગર જીલ્લા જેલમાં થોડા દિવસો પૂર્વે સ્થાનીક જેલ વિભાગના ચેકીંગમાં જેલમાં અલગ અલગ જગ્યાએથી 4 મોબાઈલ મળી આવતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે એક સપ્તાહમાં જ ફરી અમદાવાદ જેલ ઝડતી સ્કવોડ દ્વારા જામનગર જીલ્લા જેલમાં ગત સાંજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને 3 મોબાઈલ મળી આવ્યા આમ એક જ સપ્તાહમાં 7 મોબાઈલ જામનગર જીલ્લા જેલમાંથી મળી આવતા ચકચાર જાગી છે,
ગઈકાલે વધુ ત્રણ મોબાઈલ જેલ ઝડતી સ્કવોડ અમદાવાદને મળી આવવા અંગે જે ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં દાખલ છે તેની વિગતો પર નજર કરીએ તો દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા જેલર ગ્રુપ 02,ઝડતી સ્કોડ જેલર જીલ્લા જેલર, અધીક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદે એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી કે મોબાઇલ ફોન નંગ-03 કી.રૂ.300ના ઉપયોગકર્તા તેમજ આરોપીઓએ જેલના પ્રતીબંધીત વિસ્તારમા કોઇએ અનધિકૃત રીતે મોબાઇલ પહોચાડી યાર્ડ નંબર-05 મા રાખી ઝડતી ચકાસણી દરમ્યાન જેલમાથી નોકીયા કંપનીનો મોબાઇલ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ તથા નોકીયા કંપનીનો કાળા કલરનો મોબાઇલ જેના IMEI નંબર ઘસાઇ ગયેલ છે તે મોબાઇલના ઉપયોગકર્તા સામે તેમજ મોબાઇલ મળી આવતા આ મામલે વધુ તપાસ થાય તે માટે આ ફરિયાદ નોંધાઈ છે.