આ ટ્રકમાંથી 1 કરોડનો ગાંજો ઝડપાયો 

ક્યાંથી લાવવામાં આવ્યો એ અંગે તપાસ શરૂ

આ ટ્રકમાંથી 1 કરોડનો ગાંજો ઝડપાયો 

Mysamachar.in-સુરત:

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં દારૂની હેરાફેરી બાજુએ રહી ગઈ છે અને મોટાપાયે ડ્રગ્ઝના જ્ત્થાઓ ઝડપાઈ રહ્યા છે. ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનુ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. એવામાં વધુ એક વખત સુરતમાં એક કરોડ રૂપિયાનો ગાંજો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પુણાની નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં ગાંજો લાવવામાં આવી રહ્યો હતો, તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના હદમાઁથી ગાંજો ઝડપાયો છે. નિયોલ ચેકપોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 37 વર્ષીય આ યુવક સુરતના ડીંડોલીનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ડ્રગ્સ મગાવનાર કોણ, ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો, કેટલી વાર લાવ્યા, કોને કોને આપવામાં આવે છે. એવી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.