ઓટોમેટિક પિસ્તોલ અને ૪ કારતુસ સાથે ઝડપાયો શખ્સ
પંચકોશી એ ડીવીઝન પોલીસની કાર્યવાહી

Mysamachar.in-જામનગર:
પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે જામવંથલી રોડ બજરંગપુર ગામના પાટિયા નજીકથી હીરા રાયધનભાઈ સબાડને સ્કોર્પિયો કારમાં થી એક ઓટોમેટિક પિસ્તોલ અને ૪ જીવતા કારતુસ સહીત ૪.૩૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી આ હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે.